Wellness . Wellbeing . Energy
Search
Close this search box.

Feng Shui Tips: ડ્રેગન સાથે ઑફિસની સફળતા અને ઘરની સુખશાંતિ બનાવો

આપણે નાના હતા ત્યારે ડ્રેગન ની વાર્તાઓ સાંભળતા હતા. અને ખ્યાલો માં ડ્રેગનના ચિત્રો જોતા હતા. શું તમે પણ આવું કર્યું છે? ચાલો, આજે આ ડ્રેગન વિશે એવું જાણીએ જેનાંથી ઘર અને ઑફિસ માં સફળતા અને સુખ – સમૃધ્ધિ મળે.

આ પેહલાં સમજો કે આ બધું પ્રકૃતિ ના માર્ગ, નિયમો અને ઊર્જા પ્રમાણે કામ કરે છે. શારીરિક હોય કે માનસિક અથવા આર્થિક દરેક જાતની તકલીફ કોઈને કોઈ ઉર્જા બગાડવાથી થતી હોય છે અને આ ઉર્જા ઘર છે કે ઓફિસ એવું નથી જોતી, પણ આ બધાનો ઉપાય છે. ચીની લોકકથાઓમાં ડ્રેગનને સૌથી પવિત્ર આકૃતિ માનવામાં આવે છે અને એવું કહેવાય છે જેની પાસે આ ડ્રેગન હોય તેના સારાં નસીબ લાવે છે.

ડ્રેગન સંપૂર્ણ શક્તિ નું પ્રતીકચિન્હ છે. તે સન્માન, શક્તિ અને બધી વસ્તુનો પ્રતિનિધિત્વ કરે છે.

આરોગ્ય હોય કે સંપત્તિનું રક્ષણ કરવાનું હોય, ખ્યાતિ અને કારકિર્દીની તકો વધારવી હોય; ડ્રેગનનો ઉપયોગ કરીને આ બધામાં ફાયદો મેળવી શકાય છે.

Fengshui home and office for Health, Wealth and Success

ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા વધારવા માટે દરવાજાની બહાર ડ્રેગનનું પ્રતીક મૂકવું એ ખૂબ જ અસરકારક અને શક્તિશાળી ઉપાય છે. ઉત્તર દિશામાં વહેતા પાણી સાથે કે ફાઉન્ટેન સાથે આ ડ્રેગનને મૂકવાથી કામકાજ માં સફળતા અને દક્ષિણ પૂર્વમાં ડ્રેગનને મૂકવાથી સંપત્તિ અને લકમાં વધારો થાય છે.

ડ્રેગન કાચબો (Dragon Tortoise)

ડ્રેગન કાચબાનું આ પ્રતીક ડ્રેગનની હિંમત અને કાચબાની મદદરૂપતા દર્શાવે છે. જો તમને તમારા બોસથી સમર્થન, સહકામદારો અને ઓફિસની રાજનીતિથી છુટકારો જોઈએ અને પ્રમોશન જોઈએ, તો તમારી કામ કરવાની ટેબલ પર અથવા તમારી બેઠકની પાછળ મૂકો.

Fengshui for study

ગોલ્ડન ડબલ ડ્રેગન કાર્પસ્ ક્રોસિંગ ડ્રેગન ગેટ (Golden double dragon carps crossing dragon gate)

ગોલ્ડન ડબલ ડ્રેગન કાર્પસ્ ક્રોસિંગ ડ્રેગન ગેટ આ પ્રતીક ઉચ્ચ મહત્વકાંક્ષા અને શ્રેષ્ઠતાની જાળવણીનું પ્રતીક છે. આ પ્રતીકને બાળકો માટે ઉપયોગમાં લેવો અતિ ઉત્તમ છે.  કોઈપણ જાતની અડચણ અભ્યાસમાં કે નવા કૌશલ્ય શીખવામાં આવતી હોય તો આ પ્રતીક નો ઉપયોગ કરવો જોઈએ. આને બાળકોના સ્ટડી ટેબલ ઉપર રાખવું જોઈએ.

કાર્પ નામની માછલી સારા ભૌતિક નસીબ અને આનંદની નિશાની છે આથી સુખ સમૃદ્ધિમાં પણ વધારો કરવામાં ઉપયોગી છે.

કાચબો (Fengshui Tortoise)

કાચબો લાંબા આયુષ્ય માટે જાણીતો છે. જેને બીમારી રહેતી હોય તેમને આં પ્રતીકને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. લાંબુ આયુષ્ય, અકુદરતી મૃત્યુ કે બીમારી સામે રક્ષણ આપે છે.

ડ્રેગન (Dragon)

ડ્રેગનને પૂર્વ દિશામાં મૂકવાથી વ્યક્તિને આરોગ્ય અને સંપત્તિ લાવવામાં સૌથી વધુ અસરકારક છે. ચીની લોકો ડ્રેગનને ફેંગશુઈનું સૌથી મહત્વપૂર્ણ ચિન્હ માને છે અને વિશ્વાસ રૂપે આ બધા ચિન્હોનો ઉપયોગ કરીને સુખ સમૃદ્ધિ લાવે છે.

જ્યોતિષ, વાસ્તુ, ફેંગશુઈ, રેઇકી, વેદિક જીવનચર્યા વિશે સાંભળવા માટે YouTube channel subscribe કરો.

VastuShastra

Please use the form below to book an appointment. We will get back to you at the earliest.
Note: All fields are mandatory.

Birth Time
Birthplace
This site uses cookies. By continuing to browse the site, you are agreeing to our use of cookies.